યુકે,ચેનલ આઇસલેન્ડસ અને આઇસલ ઓફ મેનમાં, જો આપ ટીવી કાર્યક્રમ સેવાઓ કે જે ટીવી પર દર્શાવવામાં આવી રહ્યાં છે (વિદેશી સેટેલાઇટ સેવાઓ સહિત) તેમને જોવા કે રેકોર્ડ કરવા માટે આપને ટીવી લાઇસન્સની આવશ્યકતા રહેશે.
તેમાં નીચેના સાધનોનો સમાવેશ થશેઃ
જો આપ ઉપરોક્ત દર્શાવેલ એકથી વધુ સાધનોનો ઉપયોગ કરત હો તો પણ, આપને પ્રતિ ઘર ફક્ત એક લાઇસન્સની આવશ્યકતા રહેશે.
પ્રતિ વર્ષ એક ટીવી લાઇસન્સની કિંમત કલર ટીવી માટે £145.50, અને પ્રતિ વર્ષ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી માટે £49.00 છે.
માન્ય લાઇસન્સ વિના ટીવી જોવું ગેરકાયદેસર છે. જો આપ માન્ય લાઇસન્સ વિના ટીવી જોઇ રહ્યાં છો, આપ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે અને £1,000 સુધીનો દંડ કરવામાં આવી શકે છે.
નીચે મુજબની વિવિધ પદ્ધતિ દ્વારા આપ ટીવી લાઇસન્સ ખરીદી શકશો.
ભાષા વિશેની નોંધઃકૃપા કરી ધ્યાન આપો, આ વેબસાઇટ પરની કોઇપણ લીન્કસ પર જો આપ ક્લીક કરો, આપને ઇંગ્લીશ ભાષાનું સાહિત્ય ઉપલબ્ધ થશે. જો આપ અમારી ટેલીફોન ભાષાંતર સેવાનો ઉપયોગ કરવાની હોય, કૃપા કરી 0300 790 6044 પર અમને ફોન કરો અને આપ કોઇપણ સાથે આપની પોતાની ભાષામાં વાત કરી શકશો.
ડાયરેક્ટ ડેબીટ એ આપના લાઇસન્સ માટે ચૂકવણી કરવાનો સૌથી સરળ રસ્તો છે, જેના દ્વારા આપ માસીક અથવા ત્રીમાસીક હપ્તાઓમાં ચૂકવણી કરી શકશો, અથવા એક જ વારમાં આપ આખા વર્ષની ફિ પણ ચૂકવી શકશો. એક વખત આપના ડાયરેક્ટ ડેબીટની ગોઠવણી થઇ ગયા બાદ, દર વર્ષે આપનું લાઇસન્સ સ્વયં રીન્યુ થઇ જશે, આથી આપને લાઇસન્સ વિશે ક્યારેય ચિંતા કરવાની રહેશે નહીં.
ડાયરેક્ટ ડેબીટની ગોઠવણી આપ ઓનલાઇન અથવા 0300 790 6044 પર ફોન કરી તમારી બેંક માહિતી આપી શકશો. (કૃપા કરી ધ્યાનમાં રાખો કે ત્રીમાસીક ડાયરેક્ટ ડેબીટ માટે પ્રતિ હપ્તા માટે £1.25 વધુ લેવામાં આવશે. કૃપા કરીને એ પણ ધ્યાનમાં રાખો કે અમુક બેંક્સ અને બિલ્ડીંગ સોસાયટીઝ ડાયરેક્ટ ડેબીટ સ્વીકારતી નથી, આથી પ્રથમ તપાસ કરો.)
અમારી સરળ રોકડ એન્ટ્રી યોજના [TV Licensing Payment Card scheme] એ આપની લાઇસન્સ કિંમત ચૂકવવાની અન્ય પદ્ધતિ છે, કે જેનાથી આપ સપ્તાહિક અથવા પખવાડિક હપ્તાઓ પ્રતિ સપ્તાહ £5.50 સુધીની નાની રકમમાં ચૂકવી શકશો. આ ગોઠવણી વિશે વધુ માહિતી માટે, કૃપા કરી 0300 555 0286 પર ફોન કરો (ફક્ત ઇંગ્લીશ).
આપ ટીવી લાઇસન્સની ઓનલાઇન ચૂકવણી પર કરી શકશો. આથી આપ આપનું લાઇસન્સ મેઇલ દ્વારા, સાથે સાથે અમારા તરફથી અન્ય પત્રવ્યવહારો પણ મેળવવાનું પસંદ કરી શકશો. (આમ કરવા માટે, આપના ઇમેઇલ એડ્રેસમાં ફક્ત ઇંગ્લીશ અક્ષરો જ હોય તે મહત્વનું છે.)
આપ આપનું ટીવી લાઇસન્સ અહીં ચૂકવી શકશો – ડેબીટ અથવા ક્રેડીટ કાર્ડ દ્વારા અથવા ડાયરેક્ટ ડેબીટની ગોઠવણી કરી.
કૃપા કરી આપની બેંક માહિતી હાથ પર રાખો અને ઇંગ્લીશમાં પેમેન્ટ ફોર્મ ભરવા માટે તૈયાર રહો.
જો આપ માએસ્ટ્રો, ડેલ્ટા, સોલો, વિઝા અથવા માસ્ટર કાર્ડ ધરાવતા હો, તો આપ ફોન પર પણ આપના ટીવી લાઇસન્સની ચૂકવણી કરી શકશો. સરળતાથી 0300 790 6044 પર ફોન કરો અને તમારા કાર્ડની માહિતી હાથ પર રાખો.
(જો આપ અમારી ટેલીફોન ભાષાંતર સેવાનો ઉપયોગ કરી ચૂકવણી કરવા માગતા હો, કૃપા કરી 0300 790 6044 પર ફોન કરો અને આપ કોઇપણ સાથે આપની પોતાની ભાષામાં વાત કરી શકશો.)
આપ કોઇપણ પેપોઇન્ટ પર જઇ રોકડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ટીવી લાઇસન્સ ખરીદી શકશો. કેશીયરને ફક્ત આપનું નામ અને સરનામું જણાવો.
સમગ્ર યુકેમાં 19,000 થી વધુ પેપોઇન્ટ આઉટલેટ્સ છે, અને તેમાં આપના લોકલ શોપ, સુપરમાર્કેટ અથવા ગેરેજ પરના કેશ ડેસ્કનો પણ સમાવેશ થઇ શકે છે. ઘણાં પેપોઇન્ટ આઉટલેટ્સ લાંબા કલાકો, સપ્તાહના સાત દિવસો સુધી ખુલ્લાં રહે છે. આપનું સ્થાનિક પેપોઇન્ટ આઉટલેટ શોધો પર ક્લીક કરી અથવા 0300 790 6137 પર ફોન કરી સ્થાનિક પેપોઇન્ટ આઉટલેટ શોધી શકશો (ફક્ત ઇંગ્લીશ).
આપ TV Licensing, Bristol BS98 1TL પર ચેક મોકલી શકશો. સંપૂર્ણ લાઇસન્સ ફિ માટે તેને કૃપા કરી ‘TV Licensing’ નામનો પેયેબલ કરો અને પાછળ તમારું નામ, સરનામું અને પોસ્ટકોડ લખવાનું યાદ રાખો. કૃપા કરી રોકડ મોકલશો નહીં.
ટીવી લાઇસન્સીંગ બચત કાર્ડ [TV Licensing savings card]નો ઉપયોગ કરી આપના ટીવી લાયસન્સની સામે આપ નાનકડી રકમની બચત કરી શકશો. રોકડ અથવા ડેબીટ કાર્ડની મદદથી તેમાં તમારી બચત ઉમેરવા માટે કોઇપણ પેપોઇન્ટ આઉટલેટ પરથી આ કાર્ડ લો. જ્યારે આપનું લાઇસન્સ રીન્યુ કરાવવાનું હોય ત્યારે જો તમે સંપૂર્ણ ટીવી લાઇસન્સ ફિ માટે આપે બચત કરી હોય, તો પોસ્ટ દ્વારા આપને સ્વયં નવું લાઇસન્સ પ્રાપ્ત થશે.
ટીવી લાઇસન્સીંગ બચત કાર્ડ [TV Licensing savings card] માટે અરજી કરવા અંગે વધુ માહિતી મેળવવા માટે, કૃપા કરી 0300 555 0281 પર ફોન કરો (ફક્ત ઇંગ્લીશ).
જો આપે તાજેતરમાં ઘર બદલાવ્યું હોય તો, આપે અમને જાણ કરવાની રહેશે આથી અમે આપનું ટીવી લાઇસન્સ આપના નવા સરનામાં પર તબદીલ કરી શકીએ અને આપનું લાઇસન્સ યોગ્ય રીતે જળવાઇ રહે. ઓનલાઇન અથવા 0300 790 6044 પર અમને ફોન કરી તમે તમારી માહિતી સુધારી શકશો.
જો આપ 74 વર્ષના છો અને 75માં જઇ રહ્યાં છો તે પહેલાં આપનું ટીવી લાઇસન્સ સમાપ્ત થાય છે, તો આપ ટૂંકા સમયનું ટીવી લાઇસન્સ ખરીદવા માટે લાયક થશો. તેમાં આપના ઘરના સરનામાંનો સમાવેશ ત્યાં સુધી થશે કે જ્યારે આપ 75મો જન્મદિવસ ન આવે, જ્યારે આપ 75 વર્ષ પૂરાં કરશો ત્યારે આપને વિના મૂલ્યે આ સેવા ઉપલબ્ધ થશે. ટૂંકા સમયના ટીવી લાઇસન્સ સાથે, આપને વર્તમાન લાઇસન્સ સમાપ્તિની તારીખ અને આપના જન્મદિવસ વચ્ચેના મહિનાની સંખ્યા માટે જ ફક્ત ચૂકવણી કરવાની રહેશે. અરજી કરવા માટે, કૃપા કરી 0300 790 6044 પર ફોન કરો અને આપના નેશનલ ઇન્સ્યોરન્સ નંબર હાથ પર રાખો. (આ નંબર આપને આપના બેંક સ્ટેટમેન્ટ પર મળી શકશે, જો આપનું પેન્શનની ચૂકવણી આપના બેંક ખાતામાં કરવામાં આવતી હોય.) જો આપની પાસે નેશનલ ઇન્સ્યોરન્સ નંબર ન હોય, તો પણ અમને કોલ કરો આપની જન્મ તારીખના અન્ય પુરાવા માટે અમે વ્યવસ્થા કરીશું.
જો આપ 75 વર્ષના કે તેથી વધુ વયના હો, આપના ઘરના સરનામાં પર આપ 75 થી વધુ વયના વિના મૂલ્યના ટીવી લાઇસન્સ માટે લાયક છો, પછી ભલે આપ યુવાન સગાં કે મિત્રો સાથે રહેત હોવ. જો આપ ટૂંકા સમયનું ટીવી લાઇસન્સ ધરાવતો હો તો જ્યારે આપ 75 વર્ષ પૂરાં કરશો એટલે સ્વયં આપ 75 થી વધુ વયનું વિના મૂલ્યનું ટીવી લાઇસન્સ મેળવશો. જો આમ ન થાય, તો એ માટે આપે અરજી કરવા મહત્વની છે અને એ માટે 0300 790 6044 પર અમને ફોન કરો અને આપના નેશનલ ઇન્સ્યોરન્સ નંબર હાથ પર રાખો. (આ નંબર આપને આપના બેંક સ્ટેટમેન્ટ પર મળી શકશે, જો આપનું પેન્શનની ચૂકવણી આપના બેંક ખાતામાં કરવામાં આવતી હોય.) જો આપની પાસે નેશનલ ઇન્સ્યોરન્સ નંબર ન હોય, તો પણ અમને કોલ કરો આપની જન્મ તારીખના અન્ય પુરાવા માટે અમે વ્યવસ્થા કરીશું.
જો આપ અથવા આપની સાથે દ્રષ્ટિની તીવ્ર ખામી ધરાવતી કોઇ વ્યક્તિ રહે છે, તો આપ આપના ટીવી લાઇસન્સની કિંમત પર 50% છૂટ મેળવવા માટે લાયક છો.
આ વળતરનો દાવો કરવા માટે, આપના અંધત્વ રજીસ્ટ્રેશનના દસ્તાવેજની ફોટોકોપી અથવા આપ અંધ છો અથવા આપ દ્રષ્ટિની તીવ્ર ખામી ધરાવો છો એમ દર્શાવતુ એક પ્રમાણપત્ર આપના આંખના ડોકટર પાસેથી મેળવીને આપે રજૂ કરવાનું રહેશે. આપના ટીવી લાઇસન્સ નંબર, ફોન નંબર અને ચેક ચૂકવણી સાથે આ ફોટોકોપી ટીવી લાઇસન્સીંગ અંધ વળતર સમૂહ [TV Licensing Blind Concession Group], Bristol BS98 1TL પર મોકલી આપો.
અંધ અથવા દ્રષ્ટિની તીવ્ર ખામી ધરાવતી હોય એવી વ્યક્તિ જો વર્તમાન લાઇસન્સ ધારક ન હોય, તો આપે પ્રથમ લાઇસન્સ તેમના નામમાં તબદીલ કરવાનું રહેશે, જેની વ્યવસ્થા અમે ત્યારે કરી શકીશું જ્યારે આપ અમને 0300 790 6044 પર ફોન કરો.
જો આપ ટીવીનો ઉપયોગ ન કરતા હો, તો આપને ટીવી લાઇસન્સની કોઇ આવશ્યકતા નથી. પરંતુ આ બાબત આપે અમને જણાવવી મહત્વની છે જેથી અમે અમારો રેકોર્ડ આધુનીક કરી શકીએ. કૃપા કરી 0300 790 6044 પર અમને ફોન કરો અથવા ટીવી લાઇસન્સીંગ, Bristol BS98 1TL પર અમને લખી મોકલો કે અમને ટીવીનો ઉપયોગ કરતા નથી.
ચેનલ આઇસલેન્ડઝ અથવા આઇસલ ઓફ મેનમાં કૃપા કરી ધ્યાન રાખો કે સ્વતંત્ર શરતો લાગુ છે.
આપ અધિક માહિતી અહીં મેળવી શકશો અથવા, જો આપને કોઇ સાથે આપની ભાષામાં વાત કરવાની હોય તો, 0300 790 6044 પર ફોન કરો.
તમે એટલે પરવાના (લાયસન્સ)માં જેનું નામ આપેલું હોય તે વ્યક્તિ. ટીવી ઉપકરણ એટલે ટેલિવિઝન મેળવતું ઉપકરણ.